12 February 2017

જાણો - વેલેન્ટાઈન ડે િવશે આ છે દુનીયાની રસ પડે તેવી અમુક વાતો.

 ➽હું 87 વર્ષની ઉંમરે પહોંચ્યો છું, ત્યારે વેલેન્ટાઇન ડેમાં ભલે આપણે માનતા ન હોઈએ, પણ પત્નીથી દૂર એકલતા હૃદયમાં ભોંકાય છે. આવા સમયે ‘લા મિઝરેબલ’ નાટકમાં વિક્ટર હ્યુગોએ લખેલા પ્રેમસંવાદનું આ વાક્ય આશ્વાસન આપે છે, ‘ધ સુપ્રીમ હેપ્પિનેસ ઑફ લાઈફ ઈઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ બાય સમબડી, સમવ્હેર.’ આપણને જગતને ખૂણે ક્યાંક કોઈક ચાહે છે તે વાતની હૈયાધારણ થાય છે, તે બહુ કીમતી હોય છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક અંગ્રેજી કાવ્યનો અનુવાદ કર્યો હતો, તે લૌકિક પ્રેમ નહીં, પણ અલૌકિક પ્રેમનું નિરૂપણ છે. 

➽ ‘ઓ હૃદયકોષ! તું મેરે હૃદય મેં પૂર્ણરૂપ સે સમા ગયા હૈ, અબ જો જી મેં આયે વહ કર. જબ તૂને મેરે અંદર કે ખજાને પર અધિકાર કિયા હૈ, તો બહાર કા ભી સબકુછ અપને હાથ મેં લે લે. ઈસ તરહ મેરી સબ તૃષ્ણાઓ કા અંત હોગા, તભી તૂં મેં મેરે પ્રાણો કો અપની પરિતૃપ્તિ સે ભરેગા. ઇસકે બાદ કોઈ ચિન્તા નહીં, સંસાર કે ટેઢેમેઢે રાસ્તો પર અંગાર બરસે તો બરસને દે. એક હી આંખ મેં તૂં આંસુ ભરતા હૈ, તો દૂસરી આંખ મેં સ્મિત. કઈ બાર ઐસા લગતા હૈ કી મેરા સબકુછ લૂટ ગયા, તભી તુઝસે અચાનક ભેટ હોતી હૈ, ઐર તબ મુઝે લગતા હૈ કિ જો લૂટા થા ઉસસે ભી અધિક મિલ ગયા હૈ, એક હાથ સે તૂં મુઝે સિર સે ઉતારકર નીચે પટક દેતા હૈ લેકિન, દૂસરે હાથ સે ઉઠાકર છાતિ સે લગા લેતા હૈ.’
➽  અસ્તિત્વવાદી લેખક નિત્સેએ કહેલું છે કે પ્રેમમાં હંમેશાં ગાંડપણ રહેલું છે. યુવાન દીકરીને તો માત્ર તેની માતા જાણે છે. તેના પ્રેમને જાણે છે તેને પ્રેમમાં પડેલી જોઈ તેને ‘પાગલ’ ગણે છે, પણ પાગલ થયા વગર કે પાગલ ‘દેખાયા વગર’ પ્રેમ થઈ શકતો નથી. પ્રેમ વિશે આટલી લૌકિક કે આધિભૌતિક કે ભૌતિક વાત કરીને વેલેન્ટાઈન ડેનું કેવું વેપારીકરણ કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે તે પણ જોઈએ.
* આજે ઈન્ટરનેટ યુગમાં અને મોબાઇલના રમકડાંમાં પ્રેમની ગમ્મત જમ્મત થાય છે મલ્ટિપલ પ્રેમ બટન દબાવીને રસ્તે ચાલ્યા જતાં, મોટરમાં, ટ્રેનમાં કે વિમાનમાં વ્યક્ત થાય છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે ગુલાબના ફૂલની માગ જબ્બર ઉપડે છે. નવ વર્ષ પહેલાં બેંગલુરુ-મુંબઈથી એમ્સ્ટરડેમ અને યુરોપનાં બીજાં બંદરોએ ગુલાબનાં ફૂલનાં ધૂમ શિપમેન્ટ થયાં હતાં. હવે વેલેન્ટાઈન ડેમાં આધુનિક તત્ત્વ આવી ગયું છે. શું કામ ન આવે? નવી ટેક્નૉલોજીનો લાભ સૌથી વધુ પ્રેમ કરવામાં લેવાય છે. ઈન્ટરનેટ પર અખબાર વંચાય, ઈન્ટરનેટ ઉપરથી મુંબઈથી કે ભાવનગરથી કે વડોદરાથી અમેરિકાની કૉલેજમાં એડમિશન માટે અરજી થાય, પણ સૌથી સુંવાળી વાત વેલેન્ટાઈન ડેને દિવસે મોબાઈલ ઈન્ટરનેટ પર થાય છે.

➽  તમે કદાચ 14 ફેબ્રુઆરીના દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ભૂલી જાઓ પણ અખબારવાળાઓ તમને વેલેન્ટાઈન ડેના કોમર્શિયલ તત્ત્વને ભૂલવા દે તેમ નથી. તમારી પ્રેમની તરસને નીચોવીને તેમાંથી સૌ કમાણી કરે છે. નીતનવા વેલેન્ટાઈન ડે કાર્ડ્ઝ છપાય છે. વેલેન્ટાઈનની રસમ રૂ. 10માં પતતી, પણ હવે રૂ. 1000થી રૂ. 10,000ના કાર્ડ પણ (એક કાર્ડ) મળે છે. * અમેરિકામાં દરેક ચીજના આંકડા હોય છે. 19મી સદીમાં વેલેન્ટાઈન કાર્ડ હાથે લખાતા, પણ 2015ના આંકડા પ્રમાણે બ્રિટનના 1.9 અબજ પાઉન્ડ વેલેન્ટાઈન ડેને દિવસે કાર્ડ, ફ્લાવર્સ (ખાસ કરીને ગુલાબ), ચોકલેટ અને બીજી ભેટસોગાદો પર ખર્ચાયેલા.
➽ અમેરિકન ગ્રીટિંગ કાર્ડ એસોસિયેશનનો અંદાજ છે કે દર વર્ષે 19 કરોડ જેટલાં વેલેન્ટાઈન ડે કાર્ડનું આદાનપ્રદાન થાય છે. અમેરિકન સ્કૂલોમાં વિદ્યાર્થીઓ તેમની ગર્લફ્રેન્ડને અને શિક્ષકોને એકાદ અબજ જેટલાં કાર્ડ મોકલે છે. આજે સરેરાશ અમેરિકન યુવક-યુવતી 250 ડોલરનાં કાર્ડ મોકલે છે.

➽ * હવે ઈન્ટરનેટ આવતા ઈ-કાર્ડ કે લવકૂપન મોકલાય છે. ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ આખું છાપુ ભરીને વેલેન્ટાઈન ડે અંગેના લેખો છાપે છે. હવે ક્રિસમસ કાર્ડ ને વેલેન્ટાઈન કાર્ડ આંબી જવા લાગ્યા છે. અમુક અમેરિકન સ્કૂલોમાં વેલેન્ટાઈન કાર્ડ લખવા પર પ્રતિબંધ પણ છે.

➽ ફ્રાંસ કેથોલિક દેશ છે, ત્યાં વેલેન્ટાઈન ડેને સંત વેલેન્ટાઈન દિવસ મનાય છે. સ્પેનમાં પણ ધાર્મિક મહત્ત્વ છે. પોર્ટુગલમાં આ દિવસને લવર્સ ડે કહે છે. ડેન્માર્ક અને સ્વિડનમાં વેલેન્ટાઈન ડે ઉજવાતો નહોતો. અમેરિકનોએ તેનો ચેપ લગાવ્યો. ડેન્માર્ક નોર્વે સ્ત્રી-પુરુષો પોતાના અગાઉના પ્રેમીઓને યાદ કરીને તેની સાથે કેન્ડલલાઇટ ડિનર લે છે. ફિનલેન્ડમાં વેલેન્ટાઈન ડેને ‘ફ્રેન્ડઝ ડે- મિત્રતાનો દિવસ’ કહે છે. બ્રાઝિલમાં 12મી જૂને પ્રેમનો દિવસ ઉજવાય છે તે દિવસ ભેટસોગાદનું આદાનપ્રદાન થાય છે. વેનેઝુએલામાં પ્રમુખ હ્યુગો શાવિઝે કહેલું કે વેલેન્ટાઈન ડેને દિવસે પહેલાં મત આપવા જજો, પછી આખું અઠવાડિયું પ્રેમ કરજો.
સાઉદી અરેબિયામાં રિલિજિયસ પોલીસે વેલેન્ટાઈન ડે ઉપર પ્રતિબંધ મૂકેલો, પણ હવે 2017માં સાઉદી અરેબિયા ઉદાર થયું છે. પાકિસ્તાનમાં જમાલે ઈસ્લામી પાર્ટીએ વેલેન્ટાઈન ડે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં, ક્યાંક ક્યાંક વેલેન્ટાઈન ડે છૂપેછૂપે કે પ્રગટપણે ઉજવાય તો છે જ.
Previous Post
First

I like to share my knowlage with other buddy. i fond of playing games.

1 comment: